ગ્રાહકો શાકભાજી ખરીદતા તપાસજો... ડીસામાં હવાડાના પાણીમાં ધોઇને વેચાતી શાકભાજી ઃ રોગને ખુલ્લુ આમંત્રણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 12:09:10
  • Views : 1086
  • Modified Date : 2020-07-16 12:09:10

કોરોના વાયરસનું સંક્રમણ જિલ્લાના ડીસા અને
પાલનપુરમાં દિવસે- દિવસે વધી રહ્યું છે. ત્યારે શાકભાજી વેચતા લારીવાળા અને
પાથરણાવાળા માસ્ક બાંધવાને લઇને હજુ પણ બેદરકાર છે.
પરંતુ હવે તમને એ જાણીને નવાઈ લાગશે કે ઘણા લારી વાળા અને પાથરણાવાળા જે શાકભાજી વેચી રહ્યા છે. તે સુરક્ષિત છે ખરી ? શાકભાજી  ધોવા માટે તેઓ કેવા પાણીનો ઉપયોગ કરે છે ? તો જાણી લો... એસ. સી. ડબ્લ્યુ. હાઈસ્કૂલ રોડ ઉપર જૂની આદર્શ હાઈસ્કૂલ પાસે
પશુઓને પાણી પીવાનો હવાડો બનાવવામાં આવેલો છે. ત્યાં પશુઓ પાણી પીને તેમની તરસ છીપાવે છે. આ પશુઓને પીધેલા પાણીમાં
પશુઓના મોઢાની લાળ અને પાણીમાં જામેલી લીલવાળું જે પાણી છે તેમાં શાકભાજી ધોઈને શાકભાજી વેચાઈ રહી છે.હાલમાં કોરોનાની મહામારી મા સાવચેતી રાખવાનો સમય હોવા છતાં ગંદા પાણીમાં ધોવાયેલી શાકભાજી જ ગ્રાહકના પેટમાં જાય તો શું થાય ?  તંદુરસ્ત વ્યક્તિ પણ માંદો પડી જાય. આરોગ્ય તંત્રએ આવી હરકત કરતા લોકો ઉપર ચાંપતી નજર રાખી ને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં  ચેડાં રોકવા જોઈએ .

Download Our B K News Today App



Related News