ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નાથવા તપાસ હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:51:12
  • Views : 465
  • Modified Date : 2019-09-22 11:51:12

ધાનેરા તાલુકામાં વધતા જતા રોગચાળાને લઇને તમામ દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની સૂચનાથી તાલુકા આરોગ્ય વિભાગ અને
પાલિકાની ટીમ દ્વારા વાહકજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા માટે ધાનેરામાં
તપાસ હાથ ધરાઈ હતી અને કસુરવાર લોકો સામે દંડની કાર્યવાહી કરાઈ હતી.
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ધાનેરા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરી અને ચીફ ઓફિસર એસ.એમ.અંસારીએ એક બેઠક કરીને શહેરમાં થતા વાહકજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા માટે નક્કી કર્યુ હતુ અને શનિવારે આરોગ્ય વિભાગ તથા નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે  ઝુંબેશ હાથ ધરી હતી.  ૬ ટીમો બનાવીને
નગરપાલિકાની હદમાં આવેલ હોટલો, હોÂસ્પટલો,
પંકચરવાળાઓ, ભંગારીઓ તેમજ બાંધકામ સાઇડો ની તપાસ હાથ ધરી હતી અને જેમાં આખા દિવસ દરમ્યાન ૬૨ જેટલા એકમોની તપાસ હાથ ધરેલ. જેમાં ૨૧૮ પાણી ભરેલા પાત્રોની તપાસ કરતાં ૧૪
પાત્રોમાં મચ્છરના ઉત્પતિ સ્થાન જોવા મળ્યા હતા. જેથી
પાલિકાની ટીમે આ પાત્રો રાખનાર ઇસમો પાસેથી ૨૫૦૦ જેટલો દંડ વસુલ કર્યો હતો. તેમજ આવા લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News