ઇકબાલગઢમાં દબાણ તોડ્યા બાદ મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી વહેતા રોગચાળો ફેલાવાનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 12:19:32
  • Views : 742
  • Modified Date : 2020-10-31 12:19:32

અમીરગઢ તાલુકાના સેજામાં આવતા ઇકબાલ ગઢમાં દબાણ તોડવાના કારણે  ગટરો તૂટી જતા  દુર્ગંધ મારતી ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો પર આવતા રહીશોને મોટો રોગચાળો ફેલાવાની દહેશત સતાવી રહી છે. પરંતુ જવાબદાર તંત્ર મૌન સેવી બેસતા લોકો રોષે ભરાયા છે.
પંચાયતીય રાજ ધરાવતા ઇકબાલગઢ વેપારી મથક છે
પરંતુ વહીટતદારોના કથળી ગયેલ વહીવટથી પાછળ ધકેલાઈ રહ્યું છે. ઇકબાલગઢનો ઉકાળતો ચરુ અને વર્ષોની સમસ્યા દબાણનો મુદ્દો કાયમી દૂર કરવાનું બીડું પંચાયતે ઉઠાવતા મોટા ભાગના દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરતા ટ્રાફિકની સમસ્યા સુધરેલ છે.
પરંતુ દબાણ દૂર કરવામાં ખુલ્લી ગટરો તૂટી ગયેલ હતી. જેનું સમારકામ કરવામાં જવાબદાર તંત્ર એ આળસ કરી રસ ના દાખવતા  ગટરો ઉભરાઈ રહી છે અને તેનું ગંદુ પાણી રસ્તાઓ ઉપર વહેતા અતિશય દુર્ગંધ મારી રહ્યું છે. જેના કારણે બઝારમાં આવતા લોકો પણ ડરી રહ્યા છે અને વેપારીઓ તથા રહીશોને કોઈ મોટો રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. એક તરફ કોરોના જેવી મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધેલ છે. જેમાં
પછાત ગણાતા અમીરગઢ તાલુકો પણ બાકાત નથી રહ્યો અને આવી મહામારી વચ્ચે જો ગંદી ગટરો ઉભરાઈ રહે તો રોગને ખુલ્લું આમંત્રણ
આપવા જેવી બાબત કહી શકાય ઘણા સમયથી ઇકબાલગઢની હાલત કફોડી બનેલ હોવા છતાં પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી કેમ નથી હલતું એ તપાસનો વિષય બની ગયેલ છે. આથી લોકો હોવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાના મૂડમાં આવી ગયેલ હોવાનું જણાવેલ હતું.

Download Our B K News Today App



Related News