ન્યુ ગાંધીનગરમાં આવેલી નવી સ્કીમોમાં વરસાદી પાણી ભરાઈ જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:34:48
  • Views : 344
  • Modified Date : 2020-07-29 11:34:48

ન્યુ ગાંધીનગરમાં બિલ્ડરોની સાઈટમાં પાણી ભરાતા મચ્છરોનો ભારે ઉપદ્રવ થી વસાહતીઓ પરેશાન થઈ રહ્યા છે આ બિલ્ડરો દ્વારા આડેધડ બાંધકામથી મચ્છરોના ઉપદ્રવ વધતાં આ શક્તિઓ નવી બીમારીઓમાં સંભળાશે તેવો ભય જોવા મળી રહ્યો છે.
ગુજરાતનું કહેવાતું
પાટનગર એવું ગાંધીનગર ઝડપભેર વિકાસ કરી રહ્યું છે. ત્યારે ઘણી જ સ્કીમોમાં બિલ્ડરો દ્વારા આસપાસ રહેવાસીઓને
કોઈપણ પ્રકારની સેફટીનું
પાલન થતું જ નથી અને સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. ત્યારે ઘણી જગ્યાએ મચ્છરોના બ્રિડિંગ પણ જોવા મળ્યા છે. છતાં તંત્ર ખંખેરીને ઊભું થતું નથી ત્યારે આસપાસના રહેવાસીઓ ત્રસ્ત થઇ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ખાતે આવેલી વિહાન નિર્વણા ટી.પી. ૯ સ્કીમમાં બિલ્ડર દ્વારા કોઇ જ સરકારી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. આડેધડ બાંધકામ થી અને વરસાદી પાણી બિલ્ડિંગોમાં ભરાઈ જતાં કોઈ નિકાલ અથવા દવા ન નાખતાં બીમારીઓ ફેલાવાનો ભય રહેલો છે. ત્યારે કોરોના વાયરસની મહામારીમાં બીજા નવા ઝડપભેર રોગ
ઉત્પન્ન થાય તેવી વકી ઉઠવા
પામી છે. ત્યારે તંત્રએ લાલ આંખ કરીને તપાસ કરવાની જરૂર છે. બિલ્ડિંગમાં વરસાદી
પાણી ભરાયેલા હોવાથી મચ્છરના પુષ્કળ ઉપદ્રવ્ય વધી રહ્યા છે.

Download Our B K News Today App



Related News