સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય શંભુજી ઠાકોરના વતન ટીટોડા ગામમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રોગચાળાનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 12:13:16
  • Views : 451
  • Modified Date : 2020-06-13 12:13:16

 ગાંધીનગર તાલુકાનું સુપ્રસિદ્ધ ટીટોડા ગામ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય શંભુજી ઠાકોરનું વતન હોવાં છતાં નાનપુરા કરશનપુરા મેઈન રોડનો વિસ્તાર સામાન્ય વરસાદમાં પણ ડૂબી જઈ સરોવર બની જતો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. આમ છતાં ત્રણ વર્ષથી મંજુર થયેલો આ રોડ હજુ સુધી નહી બનતા ટીટોડા ઉપરાંત આસપાસનાં ગ્રામજનોમાં ધારાસભ્યથી લઈ સરકાર અને વહીવટી તંત્ર સામે રોષ ફેલાયો છે.
ગાંધીનગર જિલ્લાના ટીટોડા ગામનાં વતની અને જાણીતા વકીલ શંભુજી ઠાકોર ગાંધીનગર વિધાનસભા બેઠકમાં છેલ્લી ત્રણ ટર્મથી પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ સરકારમાં ગઈ વખતે ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ધારાસભ્ય શંભુજી ઠાકોર સામે પહેલાં વરસાદમાં જ પ્રજાજનોનો રોષ વરસ્યો છે. સોશીયલ મીડિયામાં ગામના જ યુવાનો અને આગેવાનો દ્વારા નાનપુરા કરશનપુરા મેઈન રોડનો વિસ્તાર સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણ સુધી ભરાઈ ગયેલાં વરસાદી પાણીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
ધારાસભ્ય શંભુજી ઠાકોરનું વતન હોવાં છતાં નાનપુરા કરશનપુરા મેઈન રોડનો વિસ્તાર સામાન્ય વરસાદમાં
પણ ડૂબી જઈ સરોવર બની જતો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આ સમસ્યા હોવાં છતાં ત્રણ વર્ષથી મંજુર થયેલો આ રોડ હજુ સુધી બન્યો નથી. પરિણામે કોરોનાના કહેર વચ્ચે અન્ય રોગચાળા પણ માથું ઊંચકે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. જેની સામે ટીટોડા ઉપરાંત આસપાસનાં ગ્રામજનોમાં ધારાસભ્યથી લઈ સરકાર અને વહીવટી તંત્ર સામે રોષ ફેલાયો છે. તેમણે રોડ તાત્કાલીક બનાવાય નહીં ત્યાં સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી ગ્રામજનોને રોગચાળાથી મુક્ત રાખવા માંગ કરી છે.

Download Our B K News Today App



Related News