પાલનપુરમાં ગટર લાઈન ચોકઅપ થતાં રોગચાળાની ભિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 11:42:56
  • Views : 467
  • Modified Date : 2019-08-28 11:42:56

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં આવેલ આઇટીઆઇ
પાછળ  શિવમનગર સોસાયટી આવેલી છે. જેની ગટર લાઇન ચોકઅપ થઇ ગઇ છે. તેમજ કેટલાક રહીશો દ્વારા ગંદા
પાણીનો જાહેરમાં નિકાલ કરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભિતી સેવાઇ રહી છે.જેથી નગરપાલિકા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં આવેલ આઇટીઆઇ
પાછળની શિવમનગરમાં ગટર લાઇન ચોકઅપ થઇ ગઇ છે. જેના કારણે ગંદુ પાણી જાહેર રોડ ઉપર ભરાઇ રહે છે. અને મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાથી સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભિતી સેવાઇ રહી છે. આ બાબતે અવાર-નવાર પાલિકામાં તેમજ સ્થાનિક કોર્પોરેટરને રજુઆત કરવા છતા કોઇ નિકાલ આવ્યો નથી. જેના કારણે વિસ્તારમાં ઠેર-ઠેર બીમારીમાં લોકો સપડાયા છે. જેથી લોકોમાં આક્રોસ જોવા મળ્યો હતો. આ બાબતે પાલિકા દ્વારા ગટરલાઇન ખુલ્લી કરવામાં આવે અને તુટેલો રોડનું
 રીપેરીંગ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઊઠી છે.

Download Our B K News Today App



Related News