ઇટાદરા તળાવના ગંદાપાણીની દુર્ગંધથી લોકો પરેશાન રોગચાળાની દહેશત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 11:03:19
  • Views : 303
  • Modified Date : 2021-01-28 11:03:19

માણસા પાસેના ઇટાદરા ગામના બસ સ્ટેન્ડ અને પ્રાથમિક શાળા પાસે રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલા તળાવમાં ગટરના પાણી ઠાલવવામાં આવે છે જેના કારણે બારેમાસ પાણીથી ભરેલા આ તળાવની દુર્ગંધથી આજુબાજુના લોકો પરેશાન થઈ રહ્યા છે અને મોટા રોગચાળાની દહેશત વચ્ચે ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો બાદ પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ તળાવના પ્રશ્ને ગામના મતદારો આક્રમક વલણ અપનાવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
 પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના ઇટાદરા ગામે ગ્રામ પંચાયત કચેરી બસ સ્ટેન્ડ પ્રાથમિક શાળાની પાસે આવેલા નાથીબા તળાવમાં ગામની ગટરોનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તળાવ બારેમાસ ભરેલું હોય છે અને તેના પાણીની તીવ્ર દુર્ગંધ આખા વિસ્તારમાં પ્રસરી જાય છે તળાવની બાજુમાં જ આવેલ સરકારી પ્રાથમિક શાળાના બાળકો પણ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધારે છે જેને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું
સ્વાસ્થ્ય પણ જાેખમમાં મુકાયું છે તળાવની આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોઈ એ લોકો પણ આ કાયમી સમસ્યાથી પરેશાન છે ચોમાસાની ઋતુમાં તળાવનું ગંદુ પાણી પ્રાથમિક શાળા બસ સ્ટેન્ડ અને લોકોના ઘર સુધી ભરાઈ જાય છે તે વખતે ગામમાં જવું પણ મુશ્કેલ બની જતું હોય છે અને ઘણા દિવસો સુધી પાણીનો નિકાલ થતો નથી.
આ તળાવમાં બારેમાસ ગટરલાઈનથી છોડાતા પ્રદૂષિત પાણીના કારણે ભવિષ્યમાં કોઇ મોટો રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં દહેશત છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે તળાવની આજુબાજુમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયતથી લઈ ઉચ્ચકક્ષા સુધી અનેક રજૂઆતો કરી છે તેમ છતાં પણ આ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવી શક્યો નથી. જેનાથી લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તળાવને પ્રશ્ને મતદારો આક્રમક વલણ અપનાવી આ કાયમી સમસ્યાનો ઉકેલ માંગશે તેવી ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

Download Our B K News Today App



Related News