બટાકામાં સ્કેપ નામનો રોગ આવતા ભાવ તળીયે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 10:27:41
  • Views : 2530
  • Modified Date : 2021-03-04 10:27:41

બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસામાં વર્ષોથી બટાટાનો ખૂબ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.  પરંતુ દર વર્ષ કરતાં આ વર્ષે બટાકાના ઓછા ભાવની સાથે સાથે બટાકાના ખોદણી બાદ તેમાં સ્કેપ નામનો રોગ ખૂબ જાેવા મળી રહ્યો છે. સ્કેપ નામનો રોગ થવાથી બટાકાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. જેથી વેપારીઓ આવા બટાકાને ઓછા ભાવથી ખરીદી રહ્યા છે. સ્કેપ નામના રોગથી બટાકાને નુકસાન ન થાય તે માટે ખૂબ જ મોંઘી દવાઓનો  છંટકાવ પણ કરવામાં પણ કર્યો છતાં  આ રોગ  કાબૂમાં આવ્યો નથી. ખેડૂતોને મોંઘા ભાવના બિયારણોનો ઉપયોગ કરવા છતાં તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  એક બાજુ ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે અને ઉપરથી સ્કેપ નામનો રોગ લાગુ પડતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે બટાકાના ખૂબ જ ઓછા ભાવ મળતા માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે. ઉપરથી સ્કેપ  નામનો રોગ લાગુ પડતા બટાકાના ભાવમાં સતત ઘડાટો થતો જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News