હોટ મિક્સ પ્લાન્ટના કર્મચારીઓ હડતાલ પર કોબા અને સચિવાલયમાં રોડની કામગીરી અટકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 11:41:40
  • Views : 310
  • Modified Date : 2020-10-28 11:41:40

પ્લાન્ટમાં ટ્રીપર ડ્રાઇવર તરીકે ૯, પેવર ઓપરેટર ૧, લોડર ઓપરેટર ૨, પ્લાન્ટ
ઓપરેટર ૧ અને ૬ હેલ્પર ફરજ બજાવી રહ્યા છે. પ્લાન્ટની શરૂઆતથી જ તમામ કર્મચારીઓ ફરજ બજાવતા હોવાના કારણે સરકારના તમામ લાભ આપવાના અને કાયમી કરવાની માંગ કરવામાં આવી હતી જેને લઇને લેબર કોર્ટ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં
પણ અમે ગયા હતા. જેમાં અમારો વિજય થયો છે. ૧૭/૧૮/૧૯૮૮ ના જીઆર પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેમણે કાયમી નોકરીનો લાભ મળવો જોઇએ. તેવું હોટ મિક્સ પ્લાન્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કાનાજી ઠાકોરે જણાવ્યું હતું.
કાયમી નોકરી અને સરકારી લાભના રાહ જોતા જોતા ૩ કર્મચારીઓ મૃત્યુ
પામી ગયા છે. ૨ કર્મી વય મર્યાદા પૂર્ણ થવાથી લાભ લીધા વિનાનિવૃત્ત થઈ ગયા છે. જ્યારે ત્રણ કર્મચારીને મૌખિક આદેશ આપીને છૂટા કરી દેવામાં આવ્યા છે. હાલમાં ૧૨  કર્મચારી હક માટે ઝઝૂમી રહ્યા છે. હાલમાં તમામ કર્મચારીઓની ઉંમર ૫૫ વર્ષ સુધીની થવા આવી છે જ્યારે નોકરી પણ થોડીક જ બાકી છે. માર્ગ અને મકાન વિભાગમાં બેઠેલા અધિકારી વસાવા અને નાયબ મુખ્યપ્રધાન અમને અમારા હકથી વંચિત રાખી રહ્યા છે. જેને લઇને હવેથી હોટ મિક્સ પ્લાન્ટમાં હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેને લઇને હાલમાં કોબા અને સચિવાલયમાં કરવામાં આવતી રોડની કામગીરી અટકી ગઈ છે. આગામી દિવસોમાં આ કર્મચારીઓ દ્વારા તમામ સરકારના પ્રોજેક્ટમાં ઉપયોગી તેમની કામગીરી અટકાવી શકે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Download Our B K News Today App



Related News