ચડોતરથી ગઢનો રોડ વર્ષોથી બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:43:58
  • Views : 519
  • Modified Date : 2020-08-29 11:43:58

ચડોતરથી ગઢ સુધીનો રોડ બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે. ઠેર ઠેર મોટા-મોટા ખાડા પડી ગયેલ છે અને અધૂરામાં પૂરું ચડોતર ફાટક પાસે તો દિવસ દરમિયાન કેટલાય બાઈક સવાર નીચે પડે છે. ફાટક પાસે ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટર દ્વારા ડાઈવર્ઝન હોર્ડિંગ માર્યુ છે. પણ કામ બંધ છે, જેથી રોડ ઉપર
પાટિયા આડા મુક્યા છે અને રોડની બંને સાઈડ પર વાહનોને અવરજવર માટે રસ્તો નીકાળવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા રસ્તો બનાવવાની જગ્યાએ રસ્તો કાચો જ રાખેલ હોઈ વરસાદના પગલે મોટા-મોટા ખાડા પડી ગયા છે અને વાહનચાલકો ખાડામાં ફસાઈ જાય છે. ટુવ્હીલર ચાલકો તો રીતસર ખાડામાં પડી જાય છે. ત્યારે રેલવે તંત્ર અને કોન્ટ્રાકટરની આડોડાઈથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી અનેકવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલા ન લેવાતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અગાઉ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા ના બનાવો બનેલા છે. ગઢ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં છે. લોકો દ્વારા અનેકવાર તેમને રજૂઆતો કરવા છતાં કહેવાતા આ આગેવાનો સરકારના મંત્રી અને ધારાસભ્યોની વાહવાહી કરી તાળવા ચાટતા હોય તેવુ લોકમુખે ચર્ચાય રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી આ રોડની હાલત બિસ્માર છે. તમામ આગેવાનો આ રોડ ઉપરથી પસાર થાય છે. પરંતુ એકપણ આગેવાન દ્વારા આ રોડના નવિનીકરણ માટે સરકારને રજુઆત કરવામાં આવી નથી. ચુંટણી આવે એટલે મોટા ઉપાડે ગામડાઓમાં આવી જઈને સ્ટેજ પર બેસી સ્વાગત કરાવે છે. પરંતુ ગ્રામીણ વિસ્તારની સમસ્યાઓની વાત આવે એટલે ઘરોમાં પુરાઈ જાય છે. હવે તો લોકોએ પણ નક્કી કર્યુ છે કે આ રોડ મામલે જો કોઈ નક્કર પગલાં લેવામાં નહી આવે તો કહેવાતા આ રાજકીય આગેવાનો ગામમાં આવશે તો તેમનો ઉધડો લેવાનું શરુ કરીશુ. સરકારી તંત્ર દ્વારા લોકોને પડતી સમસ્યાનું સત્વરે નિવારણ લાવવાની માંગ ઉઠી છે.
આ મામલે ગઢ સરપંચ દ્વારા પણ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આ બાબતે રજુઆત કરી સત્વરે રોડનું
રીપેરીંગ કામ ચાલુ થાય તેવી રજૂઆતો કરેલ છે.
હાલના સમયમાં પ્રજાને આરોગ્ય સેવા માટે અથવા કોઈ બહેન દીકરીને ડીલીવરી પ્રસંગે પાલનપુર જવું હોય તો તે આવા ખાડા પસાર કરતા વધુ પીડાઓ વેઠવી પડે તેમ હોઈ જિલ્લા
પંચાયતના અધિકારીઓ દ્વારા સત્વરે આ રોડની મુલાકાત લઈને રોડને પેવર કરાવે અને ચડોતર ફાટક પાસે ડાયવર્ઝનમાં પડેલા ખાડાઓ રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News