અંબાજી ૮ નંબર વિસ્તારના રોડની ભારે દુર્દશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:03:07
  • Views : 367
  • Modified Date : 2019-06-26 11:03:07

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજીની ગણના દેશભરમાં થઇ રહી છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. આ ધામમાં જેટલા ગોટાળા થાય છે તેટલા ક્યાંય થતા નથી. અંબાજીમાં હાલમાં નવા બનેલા તમામ રોડમાં ભયંકર ભ્રષ્ટ્રાચાર થઈ રહ્યો છે. શક્તિ ધારામાં બનેલા રોડમાં પણ અંબાજી પંચાયતને નોટીસ ફાળવવામાં આવી હતી. હાલમાં અંબાજીમાં જે રોડ બન્યા છે તે તમામ રોડના કામોની ગુણવત્તામાં ભારે
પોલમપોલ કરવામાં આવ્યું છે. આજ કારણે અંબાજીના સૌથી મોટા ૮ નંબર વિસ્તારના રોડની કામગીરી ખોરંભે ચડી છે.
અંબાજીના ગ્રામ
પંચાયતમાં ૨ ભાગ પડી ગયા છે. પંચાયતમાં સભ્યો સભ્યોની ટાટીયા ખેચમાં અંબાજી ગામનો વિકાસ અટકી ગયો છે. આ કારણે જ અંબાજીના સારા કામોમાં વિધ્ન થઈ રહ્યા છે. અંબાજીના આઠ નંબર વિસ્તારમાં રોડની કામગીરી ઘણાં દિવસથી બંધ પડી છે અને આ કારણે આઠ નંબરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News