અમીરગઢ તાલુકામાં રોડ નહીં તો વોટ નહીંની ચિમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:28:40
  • Views : 516
  • Modified Date : 2019-04-09 05:28:40

અમીરગઢ તાલુકાના ખારા તથા વાધોરીયા અને માનપુરીયા ગ્રામજનો દ્વારા રોડ નહીં તો વોટ નહીંની રેલી કાઢી ચિમકી
અપાઈ હતી.
મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ખારા ગામથી જેગોલ પાથાંવાડા થઈને રાજસ્થાન જવાનો રસ્તો છેલ્લાં ૫૦ વર્ષથી તુટેલી હાલતમાં છે. ત્યારે ખારા તથા આજુબાજુના ગ્રામજનો તથા ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. તેથી સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગામના લોકોએ રેલી કાઢી રોડ નહીં તો વોટ નહી ના નારા સાથે આખુ ગામ રોષે ભભૂકી ઉઠ્‌યુ હતું. તથા ખારા અને
માનપુરીયા ગામના સરપંચો તથા ડેપ્યુટી સરપંચ આ રેલીમાં જોડાઈ ગ્રામજનોને સમર્થ આપ્યુ હતું.
લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે ગામના લોકો  ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે.  હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે જેમ ચાલે છે તેમ ચાલવા દેશ.

Download Our B K News Today App



Related News