ડીસાના રીસાલા બજારમાં નવા રોડમાં પડ્યો ભુવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 11:26:02
  • Views : 471
  • Modified Date : 2019-05-14 11:26:02

ડીસામાં નવા બનાવેલ રોડની હલકી ગુણવત્તા હોવાની  બુમરાડો ઉઠવા  પામી છે. જ્યાં રોડ બન્યાના કેટલાંક દિવસોમાં રોડમાં ક્યાકને ક્યાંક ભુવાઓ
પડતા રાડો ઉઠવા પામી છે.
જ્યારે આજે હીરા બજારથી રીસાલા બજાર તરફ જતો ૧ વર્ષ પહેલાં જ બનાવેલો નવા રોડ ઉપર ખાડા પડી જતા એક રીક્ષાનું ટાયર પટકતા રિક્ષાને નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું.ત્યારબાદ સ્થાનિક લોકોની મદદ લઇ રિક્ષાને બહાર કાઢી હતી. આ રોડ પર અગાઉ પણ પીવાના પાણી અને ભૂગર્ભ ગટરમા લીકેજના કારણે મોટા ખાડાઓ પડેલ હતા. ત્યાં આજે વધુ એક નવો ખાડો પડતા રાહદારીઓ પણ મુશ્કેલીઓમાં મુકાયા હતા. આમ શહેરમાં એક વર્ષ પહેલાં બનાવેલ રોડ
પર આવા પ્રકારના ભૂવાઓ
પડતા રોડની ગુણવત્તાને લઈને લોકોમાં અનેક શંકાઓ થવા પામી છે. જ્યારે આ રોડના કામમાં મસમોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ચર્ચાએ પણ જોર
પકડ્યું છે.

Download Our B K News Today App



Related News