મુડેઠા જાષીપુરાની બાજુમાં આવેલ રોડ બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 11:46:11
  • Views : 438
  • Modified Date : 2019-06-28 11:46:11

મુડેઠા જાષીપુરાની બાજુમાં ર૦૦ મીટર રોડની રજૂઆત કોઈ સાંભળતું નથી. ર૦૦૭ થી આજ દિવસ સુધી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલ છે. ૩ થી ૪ વખત પંચાયતમાં ઠરાવ કરેલ, ૧૦ વખત પંચાયતમાં આજીજી કરેલ છતાય પંચાયત કે કોઈ અધિકારી અમારી વિનંતી સાંભળવા તૈયાર નથી. વરસાદનું પાણી ભારાઈ જતા આ રસ્તો બંધ થઈ જાય છે. આ રસ્તો સત્રાલા રાજ માર્ગ કહેવાય છે  અને જાષીપુરાની બાજમાં લગભગ રપ થી ૩૦ ઘર આવેલ છે, જે સવારથી સાંજ અને સાંજ થી સવાર આ રસ્તે અવર જવર કરે છે ઉપરાંત હવે તો આ રસ્તો ચૂંટણીનો મુદ્દો પણ બની ગયો છે નાના બાળકોને ભણતરમાં પણ મોટી મુશ્કેલી ભોગવવી પડે છે.

Download Our B K News Today App



Related News