સરસ્વતી તાલુકાના કાતરાથી આનંદપુરા સુધીનો રોડ બનાવવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-13 10:52:46
  • Views : 415
  • Modified Date : 2019-10-13 10:52:46

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ કાતરા ગામથી સિધ્ધપુર તાલુકાના ધુમ્મડ સલ્લાની વાટ આનંદપુરા સુધીનો રોડ બનાવવા માટે અવાર નવાર માંગ કરવામાં આવી છે અને આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા કોઈ રજુઆતો સાંભળવામાં આવી નથી અને આ રોડનું કામ થયુ નથી. કાતરાથી ધુમ્મ્ડ આનંદપુરાનો રોડ જે ૪ કિલોમીટરનો છે. જેનો સર્વે ૨૦૧૮ માં કરાયેલ છે અને એસ્ટીમેન્ટ પણ બની ગયુ છે.  પરંતુ હજુ સુધી જોબ નંબર ફાળવવામાં આવ્યો નથી અને કાચુ નેળીયુ હોઈ ચોમાસામાં
પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
આ વિસ્તારના લોકો
પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોઈ તેમને આ રસ્તેથી આવતા જતા ભારે હાલાકી પડી રહી છે અને વિદ્યાર્થીઓને પણ સ્કૂલે
જવા-આવવા મુશ્કેલી પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા સત્વરે આ અંગે ઘટતુ કરી અને રોડનો જોબ નંબર આપી કામ ચાલુ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.  આ અંગે કાતરા ગામના મનીષભાઈ પટેલે જણાવ્યુ હતું કે અમોએ જાન્યુઆરી ૨૦૧૮માં આ ૪ કિલોમીટર રોડનુ સર્વે કરાવી તેનું એસ્ટીમેન્ટ બનવરાવીને માર્ગ અને મકાન વિભાગને મોકલ્યું હતું અને લેખિતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી. સરકારના તમામ નેતાઓને મૌખિક રજૂઆતો  પણ કરી હતી. પરંતુ અમારા આ રોડ બાબતે કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ નથી.  આ બન્ને ગામના વિદ્યાર્થીઓ અને લોકોને આ રસ્તે અવરજવર કરવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે. તો સરકાર દ્વારા સત્વરે અમારી આ માંગને પુરી કરવામાં આવે અને તાત્કાલીક ધોરણે રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ છે.

Download Our B K News Today App



Related News