ધાનેરા પાલિકા દ્વારા બનાવાતા ૨૦ લાખના સી.સી. રોડ બાબતે વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:28:02
  • Views : 455
  • Modified Date : 2020-07-09 11:28:02

ધાનેરાની પારસનગર સોસયટીમાં લોક ભાગીદારીથી આર.સી.સી રોડ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હજુ તો મેટલ પાથરવામાં આવી રહી છે તેમાં જ હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ નાંખવામાં આવતા સોસાયટીના રહીશો દ્વારા પાલિકાને રજૂઆત કરીને કામ બંધ કરાવવા માટે જણાવતા ચીફ ઓફિસર દ્વારા આ બાબતે તપાસના આદેશ અપાયા છે.
ધાનેરા પારસનગર સોસાયટીના રહીસો દ્વારા
પોતાની સોસાયટીમાં રોડ બનાવવા માટે નગરપાલિકાને રજૂઆત કરતાં પાલિકા દ્વારા આ સોસાયટીમાં રોડ બનાવાવા માટે લોક ભાગીદારીથી આ કામગીરી કરવા માટે પ્રસ્તાવ મુકતા આ સોસાયટીમાં ૨૦ લાખના ખર્ચે લોકભાગીદારીથી આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં પ્રથમ તળીયાની કામગીરીમાં જ હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરવાની શરૂઆત કરતાં સોસાયટીના રહીશો દ્વારા આ કામ કરતા કોન્ટ્રાકટરને અટકાવ્યો હતો અને કામ બંધ કરાવીને નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરતાં કામ બંધ રખાવ્યુ હતુ. ફરીથી આ કામ રાત્રે ચાલુ કરવામાં આવતા ફરીથી વિવાદ ઉભો થવા
પામ્યો છે. આ હલકી ગુણવત્તા બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આ અંગે સોસાયટીના રહીશ રમણીકભાઇએ જણાવેલ કે આ સોસાયટીમાં તમામ જૈનો રહે છે અને તેમાંથી મોટા ભાગના બહાર હોવાથી આ કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યુ છે. તેમાં પણ લોક ભાગીદારીથી બની રહેલ રસ્તો છે માટે જ્યાં સુધી આ કામ સારી ગુણવત્તાનું નહી થાત તો આ બાબતે કલેકટરને પણ રજૂઆત કરવામાં આવશે.
 

Download Our B K News Today App



Related News