દેથળી ચાર રસ્તા પાસે લૂંટનો બનાવ આવ્યો સામે : ચાર બુકાનીધારો ૬.૮૪ લાખનો મુદ્દામાલ છીનવી ફરાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 13:27:26
  • Views : 319
  • Modified Date : 2021-06-18 13:27:26

     સિદ્ધપુરની પટેલ જયંતીભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીના સિદ્ધપુર ઓફિસના મેનેજર કનુભાઈ રણછોડભાઈ પટેલ અમદાવાદથી ગાડીમાં આવતા આંગડિયા પાર્સલ લેવા ગુરુવાર સવારે રાજપુરના બળદેવભાઈ સાથે ગયા હતા ત્યારબાદ રૂ.૦૬,૮૪,૦૩૦ લાખના મુદ્દામાલના પાર્સલનો થેલો લઈને પોતાના એકટિવા પર મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન બુકાનીધારી વાળા ચાર ઈસમો સિલ્વર કલરની સેન્ટ્રો ગાડીમાંથી ઉતરી કનુભાઈને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને ચાર બુકાનીધારી ઈસમોએ કનુભાઈને છરી બતાવી એક્ટિવા પર મુકેલ રૂ.૦૬,૮૪,૦૩૦ લાખ મુદ્દામાલ ભરેલ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. કનુભાઈએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા , ડી.વાય.એસ.પી સી.એલ.સોલંકી , એસ.ઓ.જી પી.આઈ અમીન તેમજ સિદ્ધપુર પી.આઈ ચિરાગ ગોસાઈ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આસપાસના સી.સી.ટી.વી ફૂટેજ તપાસી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News