થરામાં લૂંટ અને મારમારીનો બનાવ આવ્યો સામે : ચાર શખ્સો 7 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:16:04
  • Views : 512
  • Modified Date : 2021-02-07 12:16:04

    બનાસકાંઠા જિલ્લાના થરામાં લૂંટ અને મારમારી બનાવ બનવા પામ્યો છે જેમાં શાકભાજીનો વેપાર કરતા ચંપકભાઈ ઠક્કર પર ચાર શખ્સોએ મારમારી 7 થી 8 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

    બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની મહામારી બાદ લોકોના કામ-ધંધા પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે જેના કારણે દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં ચોરી અને લૂંટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે ચોરી અને લૂંટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત ગ્રામીણ વિસ્તારમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે આવોજ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના થરામાં બનવા પામ્યો હતો જેમાં શાકભાજીનો વેપાર કરતા ચંપકભાઈ ઠક્કર પર ચાર શખ્સોએ મારમારી 7 થી 8 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા.. થરાના ગોકુલનગરમાં રહેતા ચંપકભાઈ ઠક્કર છેલ્લા ૨૦વર્ષથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.. ત્યારે ગત સવારે ચંપકભાઈ ઠક્કર શાકભાજીનો વેપાર કરીને અન્ય ખેડૂતોને પૈસા આપવા માટે માર્કેટમાંથી જઈ રહ્યા હતા ત્યારે ચાર શખ્સોએ તેમને ઘેરીને ટોમી સાધન વડે માર મારી પૈસા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા બેગમાં સાથી આઠ લાખ રૂપિયા હોવાનું હનુમાન છે..જ્યારે આ મારામારીમાં ચંપકભાઈ ઠક્કરને માથાના અને હાથના ભાગે ફેક્ચર થયું હતું.. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી..ત્યારે ભર બજારમાં કોઈ માણસને લૂંટીને અને માર મારીને ગુંડારાજ કરતા ઈસમોને પોલીસે પકડીને કડકમાં કડક સજા કરવી જોઈએ તો જ ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકી શકે તેમ છે.

 

Download Our B K News Today App



Related News