લૂંટારૂઓએ લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપુર પાસે આંગડીયાની ગાડીને રોકીને લૂંટ ચલાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-06 13:27:59
  • Views : 70
  • Modified Date : 2024-03-06 13:27:59

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વાર લૂંટારૂઓ બેફામ બન્યા છે. જ્યાં, લૂંટારૂઓએ લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપુર પાસે આંગડીયાની ગાડીને રોકીને લૂંટ ચલાવી હતી. મળતી માહિતી મુજબ મોડી રાતે અમદાવાદના નારોલથી નીકળેલી એચ.કે. આંગડિયાની વાન જ્યારે હાઇવે પરથી પસાર થતી હતી. ત્યારે, કાનપુર પાટીયા પાસે અન્ય 2 કારમાં આવેલા 7 જેટલા શખ્સોએ આંગડિયાની વાન રોકી હતી.  જે બાદ વાનના ચાલક અને કંડક્ટરને ઢોર માર મારીને લૂંટ ચલાવી હતી.લૂંટારૂઓ વાનમાંથી ચાંદીની 70 પાટો, જ્વેલરી અને ઇમીટેશન સહિતના મુદ્દામાલ લૂટીને ફરાર થઇ ગયા. તો ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તમામ પોઇન્ટ પર નાકાબંધી કરાઇ છે. હાલ પોલીસે તમામ CCTV તપાસીને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે, વાનમાંથી કેટલો મુદ્દામાલ ચોરી થયો છે તે તપાસ બાદ જ સામે આવશે. ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા સાયલા હાઇવે પર આંગડિયાની ગાડીને રોકીને લૂંટ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી લૂંટારૂઓએ પોલીસને પડકાર ફેંક્યો છે.

Download Our B K News Today App



Related News