અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 12:41:10
  • Views : 540
  • Modified Date : 2020-11-09 12:41:10

          ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં કંપનીના કર્મચારીને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની છે. કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને કરોડો રૂપિયાના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છું.અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી છે.અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી છે.ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તે સહિતની તમામ માહિતી લૂંટારૂઓ પાસે હતી. જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફાઇનાન્સ કંપની ગોલ્ડ લોન આપતી હોવાનું જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News