ડીસા તાલુકાના રસાણા ગામે ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-22 12:21:25
  • Views : 1743
  • Modified Date : 2022-01-22 12:21:25

 

ડીસા તાલુકાના રસાણા ગામે આવેલ સબ સ્ટેશન પાસે સોમાજી વણઝારા ઉભા હતા તે સમયે ત્રણ લોકો આવી તેમની પાસે રહેલા 9 હજાર રુપિયા લઈ ફરાર થઈ ગયા હતા આ બાબતે સોનાજી વણઝારાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે વારંવાર બનતી ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુના હિત ઘટનાઓને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે શિયાળાની કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી આજે ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અજાણ્યા શખ્શો રોજબરોજ અંજામ આપી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના ડીસા તાલુકાના રસાણા ગામ પાસે બનવા પામી હતી જ્યાં સોનાજી વણઝારા નામના આધેડ સબ સ્ટેશન પાસે ઊભા હતા તે સમયે ત્રણ અજાણ્યા શખ્સો ઇકો ગાડી લઈને તેમની પાસે આવ્યા હતા. અને તેમને કંઈ પણ કહ્યા વગર તેમને પકડીને તેમની પાસે ખિસ્સામાં રહેલ 9000 રુપિયા લઈ લીધા હતા જે વાત સોનાજી વણઝારા કંઈપણ બોલે તે પહેલાં તો ત્રણ લોકો ત્યાંથી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ આ અંગેની હકીકત સોનાજી પણ જરાય તેમના પરિવારજનોને કરી હતી જેથી તેઓએ તાત્કાલિક સોનાજી વણઝારા દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે પોતાની સાથે થયેલી લૂંટની ઘટના આ બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News