ન્યુ ગાંધીનગરમાં રોડ- રસ્તા મગરની પીઠ સમાન : ઠેર ઠેર મસ મોટા ખાડા પડી જતાં નાગરિકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 13:20:28
  • Views : 265
  • Modified Date : 2021-08-13 13:20:28

     ગાંધીનગરના રોડ રસ્તા આમ તો સમગ્ર ગુજરાતમાં વખણાય છે. પરંતુ સાચી પરિસ્થિતિ શું છે તે તો માત્ર સ્થાનિક નાગરિકોને જ ખ્યાલ છે. ગાંધીનગરના વિકાસ પામેલા ન્યુ ગાંધીનગરની ચકા ચમક કઈક ઔર જ છે. સારા શોપિંગ મોલ ફ્લેટની નવી સ્કીમ સારી બ્રાન્ડેડ કંપનીના શો-રૂમ પરંતુ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યા છે. ચોમાસુ બેસતા બે ચાર વરસાદમાં જ રોડ રસ્તા ખરાબ  થઈ જતા હોય છે. પરંતુ અહીં તો સાવ બિસ્માર રસ્તા અને ખાડામાં રસ્તા હોય તેવા ચિત્રો નજર આવ્યા છે. તંત્ર ભલે વિકાસની વાતો કરતું હોય પણ શહેરમાં વિકાસની દૂરદસા કઈક અલગ જ છે.  ન્યુ ગાંધીનગર ગણાતા કુડાસણ વિસ્તારમાં એક નહી અનેક જગ્યાએ રોડ રસ્તા ખરાબ હાલતમાં જાેવા મળી રહ્યા છે. વેપારીઓથી માડી રહીશો અનેક વાર રજુઆત કરી છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરતું તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને રસ્તા સાવ બિસ્માર થઈ ગયા છે. જેને લઈ અકસ્માત થવાની સંભાવના સેવાયેલી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

માત્ર કાગળ ઉપર જ વિકાસ થયો છે ઃ નાગરિકો

તંત્રને કોઈ ફેર પડતો નથી. માત્ર વાતો કરીને વિકાસ ગણાવામાં આવે છે આવા કાગળ પરના વિકાસને બાજુએ મૂકી ખરેખર વિકાસ ક્યારે થશે ? જાે એ થશે તો સાચા અર્થમાં ગાંધીજીની વિચારધારા સાર્થક કહેવાશે.

Download Our B K News Today App



Related News