જિલ્લાના તમામ માર્ગો વાહનચાલકો માટે સુગમ બને તે દિશામાં કાર્યરત માર્ગ અને મકાન વિભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-17 17:01:28
  • Views : 189
  • Modified Date : 2024-09-17 17:01:28

રાજ્યમાં ભારે વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના તમામ મુખ્ય માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી શરૂ થઈ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય માર્ગોને જોડતા રસ્તા ઉપર પડેલા ખાડાની પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક માર્ગો ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જે અંતર્ગત મૂળી તાલુકામાં કુંતલપુર - લિયા રોડ, લખતર તાલુકામાં તલવાણી - અણીયાળી રોડ, બજરંગપુરા રોડ, ધાંગધ્રા તાલુકામાં કુડા - ટીકર - ઘાટીલા રોડસરા - થાનગઢ - ચોટીલા રોડ, કુડા - કોપરણી - એંજાર રોડ, વડવાળા મંદિર રોડ તેમજ દુધરેજના જુદા જુદા વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.આમ, જિલ્લામાં માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

  

Download Our B K News Today App



Related News