મોબાઈલ ટોર્ચના અજવાળે રોડનું સમારકામ અને ટ્રાફિક મેનેજમેન્ટ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-13 12:29:50
  • Views : 88
  • Modified Date : 2024-02-13 12:29:50

ભરૂચ : જુના નેશનલ હાઇવે પર ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. ઉબડખાબડ માર્ગને સમતલ બનાવવાની કામગીરી વિશે સાંભળી લોકોએ કામગીરી બિરદાવી હતી પણ જયારે વાહનચાલક આ ચાલતી કામગીરી પાસે પહોંચ્યા તો ચોકી ઉઠ્યા હતા.આશ્ચર્ય વચ્ચે રોડના સમારકામ સાથે જોડાયેલા કર્મચારીઓ મોબાઈલની ટોર્ચના અજવાળે રોડનું લાઈન લેવલ અને સમતલ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. આટલું ઓછું હોય તેમ સમારકામ દરમિયાન વ્યસ્ત માર્ગ પર અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકોને કામગીરીના સ્થળથી દૂર રાખનાર કામદારો પાર મોબાઈલ ટોર્ચ સાથે  હાથ હલાવી ટ્રાફિક મેનેજમેન્ટ કરતા નજરે પડ્યા હતા. દેશમાં આધુનિક અને વિકસિત ટેક્નોલોજીથી બનતા માર્ગના અહેવાલો વચ્ચે આ દરહસ્યો હાંસી કરતા જોખમ તરફ  વધુ ઈશારો કરી રહ્યા હતા.

Download Our B K News Today App



Related News