પાલનપુર આબુ નેશનલ હાઇવે સાઈબાબા મંદિર નજીક રોડ મોટા ખાડાના કારણે વાહન ચાલકો ને અકસ્માત ની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 12:38:38
  • Views : 247
  • Modified Date : 2021-11-30 12:38:38

 

પાલનપુર જુના આરટીઓ સર્કલથી એરોમા સર્કલ સુધીના માર્ગ ઉપર ઠેર-ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે.તો બીજી તરફ પાલનપુર આબુ નેશનલ હાઇવે સાઈબાબા મંદિર નજીક રોડ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે

 

પાલનપુરમાં સામાન્ય વરસાદમાં એરોમા સર્કલથી આરટીઓ સર્કલ સુધીના માર્ગમાં ખાડા પડી જતા હોય છે.જેમાં ચોમાસની સિજન પુરી થયા બાદ તંત્ર દ્વારા માર્ગ ઉપરના ખાડા પુરવામાં આવ્યા હતા.પરંતુ તાજેતરમાં પાલનપુરમાં કમોસમી વરસાદ ના કારણે આરટીઓ સર્કલથી એરોમા સર્કલ સુધીના માર્ગ પર થોડાક-થોડાક અંતરે મસમોટા ખાડા પડી ગયા છે. તો બીજી તરફ પાલનપુર આબુ નેશનલ હાઈવે સાઈબાબાના મંદિર નજીક મસમોટા ખાડા પડવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે અકસ્માતની ભિતી સેવાઇ રહી છે.દિવસ દરમીયાન તો ખાડા નજરે પડતા હોવાથી વાહન ચાલકો પોતાનું વાહન સાવચેતીથી ખાડાઓને ટાળી વાહન ચલાવતા હોય છે.પરંતુ રાત્રી દરીમીયાન અંધારામાં વાહન ચાલકોને રોડ પરના ખાડા દેખાતા વાહનો ખાડામાં પડવાથી અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે.જેથી તંત્ર દ્વારા આર્ગનું સંર્વે કરી તમામ ખાડાઓ પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે.

Download Our B K News Today App



Related News