સાડાત્રણ વર્ષ પછી જેલમાંથી બહાર આવશે, કોર્ટે શરત રાખી- એડ્રેસ અને મોબાઇલ નંબર નહીં બદલી શકાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 14:19:06
  • Views : 354
  • Modified Date : 2021-04-17 14:19:06

    ચારાકૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. જસ્ટિસ અપરેશ સિંહની બેચમાં થયેલી સુનાવણીમાં તેમને જામીન આપી દેવામાં આવ્યા છે. તેમને એક લાખ રૂપિયાના બોન્ડ ભરવા પડશે અને રૂ. 10 લાખનો દંડ ભરવો પડશે. જામીન બોન્ડ ભર્યા પછી તેઓ 1-2 દિવસમાં જેલમાંથી બહાર આવી શકશે. હાઈકોર્ટે કહ્યું હતું કે જામીન દરમિયાન લાલુ પ્રસાદ યાદવ દેશમાંથી બહાર જઈ શકશે નહીં. દેશમાંથી બહાર જતાં પહેલાં તેમણે કોર્ટની મંજૂરી લેવી પડશે. એ ઉપરાંત કોર્ટે શરત મૂકી છે કે લાલુ યાદવ તેમનું એડ્રેસ અને મોબાઈલ નંબર બદલી શકશે નહીં. લાલુને આ જામીન દુમકા ટ્રેઝરી કેસમાં અડધી સજા પૂરી થયા પછી આપવામાં આવ્યા છે. આ પહેલાં લાલુ યાદવને ઓક્ટોબર 2020માં ચાઈબાસા ટ્રેઝરી કેસમાં જામીન મળ્યા હતા, પરંતુ દુમકા ટ્રેઝરી કેસને કારણે તેમને છોડવામાં આવ્યા નહોતા.

Download Our B K News Today App



Related News