લાલુ યાદવની તબિયત લથડતાં રિમ્સ પહોંચ્યો પરિવાર, તેજસ્વીએ કહ્યું- પિતાની હાલત ગંભીર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 11:19:11
  • Views : 232
  • Modified Date : 2021-01-23 11:19:11

    ચારા કૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ થતાં તેમના પરિવારના લોકો રાંચી પહોંચી ગયા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ, દીકરો તેજ પ્રતાપ અને દીકરી મીસા ભારતી લાલુ યાદવની ખબર જોવા રાંચીમાં આવેલી રિમ્સ હોસ્પિટલમાં પહોંચી ગયા છે, જ્યાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. લાલુની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.લાલુ યાદવને મળવા પહોંચેલા તેજસ્વી યાદવે રિમ્સમાંથી બહાર નીકળતી વખતે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું છે કે, અમારો પરિવાર પિતા માટે સારી સારવાર ઈચ્છે છે. દરેક રિપોર્ટ આવ્યા પછી ડોક્ટર્સનું માનવું છે કે, તેમની અહીં જ સારવાર કરવામાં આવશે. તેમની સ્થિતિ ગંભીર છે.

Download Our B K News Today App



Related News