ખંભાળિયા વિસ્તારમાં ભારે વરસાદને લઈ નદીમાં ઘોડાપૂર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 15:16:30
  • Views : 104
  • Modified Date : 2023-07-22 15:16:30

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે હાલાકી નોતરી છે. અનેક જિલ્લા અને વિસ્તારોમાં ભારે વરસાદને લઈ લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા હતા. જનજીવન મુશ્કેલ બન્યુ હતુ. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં જ 15 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. ખંભાળીયા વિસ્તારમાંથી પસાર થતી ધી નદીમાં પાણીનો પ્રવાહ વઘ્યો છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતી સર્જાવાને લઈ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. નિચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. વિસ્તારમાં આવેલા કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. ખંભાળિયા પંથકમાં પૂરના પાણીને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે પાણીના પ્રવાહને લઈ પાંચ જેટલા કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ હજુ પણ વરસાદની આગાહીને લઈ પાણીની સ્થિતીમાં રાહત મળવાની આશા ઓછી જોવાામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News