રિવરફ્રન્ટ પાર્કમાં ફરવું થયું મોંઘું : વ્યક્તિ દીઠ આટલા રૂપિયા વસૂલાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 20:13:11
  • Views : 547
  • Modified Date : 2019-06-29 20:13:11

અમદાવાદ: સાબમરતી રિવરફ્રન્ટના પાર્કમાં પ્રવેશ કરવા પર હવેથી તમારે ખિસ્સા ઢીલા કરવા પડશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિેટેડે પહેલી જુલાઈથી ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. જેમાં રિવરફ્રન્ટમાં પ્રવેશ કરવા પર વયસ્ક વ્યક્તિએ પ્રતિ ટિકિટ રૂપિયા 10 ચૂકવવા પડશે. જ્યારે બાળકો અને સિનિયર સિટિઝને પ્રતિ ટિકિટ રૂપિયા 5 આપવા પડશે. જો કે, ઓથોરિટી 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના પાર્કમાં પ્રવેશ પર કોઈ ચાર્જ વસૂલશે નહીં.

માતા-પિતાનું બે બાળકો સાથે ફરવા જવું મોંઘું થશે
પહેલા મફતમાં જવાતું ત્યાં બે બાળકો લઈને રિવરફ્રન્ટ ફરવા જનાર માતા-પિતાએ ખિસ્સામાંથી હવે રૂ.30 કાઢવા પડશે. શહેરમાં ફ્રીમાં પરિવાર સાથે ફરવા જવાના સ્થળોમાં રિવરફ્રન્ટ મોખરે હતો ત્યારે ઓથોરિટીના નિર્ણયથી કેટલાય મધ્યમ અને ગરીબ પરિવારોના ખિસ્સા પર સીધી અસર થશે. જ્યારે લોકો એ ખર્ચ ચૂકવવા અસક્ષમ હશે ત્યારે તેમનાથી ફરવા-ફરવાનું એક સ્થળ છિનવાઈ જશે.
સવારે 9થી રાતના 9 વાગ્યા સુધી ચાર્જ વસૂલાશે
ઓથોરિટીએ પ્રેસના માધ્યમથી જાહેરાત કરીને સવારે 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી રિવર ફ્રન્ટના પાર્કમાં પ્રવેશ પર ચાર્જ વસૂલવાનું જાહેર કર્યું છે. જેમાં પુખ્ત, બાળક, વડીલ અને શૈક્ષણિક કાર્ય માટે દર નિર્ધારિત કર્યા છે.
શૈક્ષણિક હેતુ હોય તો પણ ચાર્જ
શૈક્ષણિક પ્રવાસ કે વિદ્યાર્થીઓ રિવરફ્રન્ટમાં જશે તો તેમણે પણ ચાર્જ ચૂકવવો પડશે. શિક્ષણ સંલગ્ન કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરશે તો તેણે એક રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
જોગિગ કરનારને બે કલાક ફ્રી પ્રવેશ
રિવરફ્રન્ટમાં પ્રવેશવા પર ઓથોરિટીએ માત્ર બે કલાકની છૂટ આપી છે. વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી પાર્કમાં જોગિંગ અને કસરત કરવા આવનારને પ્રવેશ ફ્રી કરી આપ્યો છે.
પાર્ક બંધ
ઓથોરિટીએ જાહેર કર્યું છે કે રિવરફ્રન્ટ પાર્ક દર સોમવારે બંધ રહેશે. દર સોમવારે તે દરમિયાન પાર્કની મેઈન્ટેનન્સ કામગીરી કરાશે. આ ઉપરાંત જ્યારે પણ VVIP ડેલિગેશન પાર્કની મુલાકાતે આવશે ત્યારે તેમની સુરક્ષાના કારણોસર પોલીસ વિભાગની સૂચના મુજબ જાહેર જનતા માટે પાર્ક બંધ રહેશે.
રિવરફ્રન્ટ પાર્કમાં એક પણ દિવસ ફ્રી પ્રવેશ નહીં
રિવરફ્રન્ટ ઓથોરિટીએ જાહેર જનતા માટે અઠવાડિયામાં એકેય દિવસ ફ્રીમાં પાર્કની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી નથી. પરિવાર સાથે અઠવાડિયામાં એક દિવસ રિવરફ્રન્ટ પાર્ક ફરવા જવાનું પ્લાનિંગ કરનાર લોકોના ખિસ્સા હળવો કરતો નિર્ણય છે.

Download Our B K News Today App



Related News