રિતિકની ફિલ્મ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી જાહેર, એક્ટરે માન્યો CMનો આભાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-24 13:01:06
  • Views : 613
  • Modified Date : 2019-07-24 13:01:06

ગુજરાતમાં પોતાની ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરાઇ તે માટે રિતિક રોશને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માન્યો હતો. રિતિકે સોશ્યલ મીડિયા પર વિજય રૂપાણીને ટેગ કરીને લખ્યુ કે, આભાર વિજય રૂપાણી જી અમારી મહેનતને વળતર આપી સુપર 30 ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી. સુપર 30ની ટીમ તમારા આ ઉમદા કાર્યથી ધન્ય અનુભવે છે.આ ફિલ્મ 12 જુલાઈના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં રીતિક ઉપરાંત મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી તથા અમિત સાધ છે.  આ ફિલ્મની કમાણી 100 કરોડ રૂપિયાને પાર થઇ ગઈ છે. ફિલ્મને વિકાસ બહલે ડિરેક્ટ કરી છે.

Download Our B K News Today App



Related News