વાવમાં પોઝીટીવ કેસના પરિવારના રિપોર્ટ નેગેટીવ આવતા રાહતનો દમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 11:24:56
  • Views : 3573
  • Modified Date : 2020-04-15 11:24:56

વાવ પંથકમાં પોઝીટીવ કેસના પરિવારના સેમ્પલનો નેગેટીવ રિપોર્ટ આવતા વાવ
પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગામના લોકોએ રાહતનો દમ લીધો હતો.
વાવ પંથક ની વાત કરીએ તો કોરોના મહામારીને અટકાવવા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મહાભયાનક રોગને અટકાવવા દિનપ્રતિદિન લોકડાઉન વધારવામાં આવી રહ્યુ છે. સરકારી તંત્ર, વહીવટ તંત્ર, આરોગ્ય ખાતું અને વાવ પી.એસ.આઈ. જાડેજાની સૂચના અનુસાર પોલીસ તંત્ર તનતોડ મહેનત કરી રહ્યુ છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓછા વેતનમાં જી.આર.ડી. ખાતું પણ ૪૨ ડીગ્રીના તાપમાનમાં રણને અડીને આવેલા વિસ્તારમાં તો અત્યારે ૪૫ ડીગ્રી તાપમાન
પણ કહી શકાય તેવા તાપમાનમાં ઇન્ડિયન ખાખી ફરજ બજાવી રહી છે. જોકે આ વિસ્તારોમાં પીવા માટે રસ્તાઓમાં પાણી પણ ના મળતું હોય એવી કપરી પરિસ્થિમાં જી.આર.ડી. અને પોલીસ દળ ફરજ બજાવી રહ્યુ છે. જ્યારે વાવ યુનિટ જી.આર.ડી. તાલુકા માનદ અધિકારી જામાભાઈ મણવરે જણાવ્યું હતું કે આપણે પોલીસ તંત્રને ખભેખભો મિલાવીને દેશની સ્થિતિ ને ધ્યાને લઇ કોરોનાની મહામારીને અટકાવવા અને શાંતિ અને સલામતીને પ્રાધાન્ય આપવાનું છે. જયારે બીજી વાત કરીએ તો ત્યારે બનાસકાંઠામાં ૧૨ તારીખ સુધી એક પણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો ન હતો પરંતુ ૧૩ તારીખે બે પોઝીટીવ કેસ બહાર આવતા બનાસકાંઠા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં વાવ પંથકમાં એક પોઝીટીવ કેસ નોંધાતા ભય અને ચિંતાનો માહોલ ઉભો થયો હતો. જેમાં
 પોઝીટીવ કેસ વાળા પરિવારના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે એમના પરિવારના
સેમ્પલનો નેગેટિવ રિપોર્ટ આવતા સરહદી પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ  નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રએ
પણ હાશકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News