થરાના એક યુવકના કોરોના શંકાસ્પદ સેમ્પલ રિપોર્ટ માટે મુક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-10 11:31:58
  • Views : 2069
  • Modified Date : 2020-04-10 11:31:58

 બનાસકાંઠા જિલ્લાના થરાના એક યુવકને કોરોનાના લક્ષણો દેખાતા યુવક  શંકાસ્પદ  લાગતા  ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.  જેના સેમ્પલ લઈ  તેને રિપોર્ટ માટે ટેસ્ટિંગ કરવા માટે મુકવામાં આવ્યા છે. યુવાનનું નામ યગ્નેશકુમાર રામજીભાઈ નાઈ જે થરાનો વતની છે એને છેલ્લા પાંચ-છ વર્ષથી પાટણ વ્રજધામ-૨ ખાતે રહે છે. જે ગત તારીખ ૧૯.૩.૨૦૨૦ ના રોજ થરા ખાતે તેના કાકા અને બીજા એક સંબંધીના ઘરે આવ્યો હતો.  તેમજ તેને તાવ, શરદી, ખાંસીની તકલીફ હોવાથી થરા ખાતે પટેલના દવાખાને આવ્યો હતો. પરંતુ યુવકના ગત તારીખ ૮.૪. ના રોજ કોરોના લક્ષણો દેખાતા તેના સેમ્પલ લેવાય હતા. જેને લઈ કાંકરેજ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુવક તા.૧૯.૩.૨૦૨૦ જે જગ્યાઓ ઉપર ફર્યો હતો તે જગ્યાને થરા નગરપાલિકા ફાયરની ટીમ તથા ચીફ ઓફિસર દશરથભાઈ
પટેલ, થરા સ્ટેટ માજી રાજવી વીરભદ્રસિંહ વાઘેલા, હિતેશભાઈ મોચી, અંકુરભાઈ ઠક્કર, સંજૂભા વાઘેલા દ્વારા સેનીઇઝર કરાઈ હતી. તેમજ યુવક તેના કાકા અને બીજા એક સંબંધીના ઘરે ૨/૩ કલાક માટે રોકાયો ત્યાં આરોગ્ય તંત્રએ
તપાસ કરી હતી. તેમજ બીજા કોઈને વાયરસના લક્ષણો છે કે નહીં તેના માટે ચકાસણી કરાઈ હતી. કાંકરેજ મામલતદાર મંજુલાબેન ટી.રાજપૂત, તાલુકા હેલ્થ ઓફિસર ડો.બ્રિજેશ વ્યાસ, અમરતભાઈ જી.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી થરા ખાતે દોડી આવ્યા હતા અને આરોગ્ય ટીમની સાથે રહી થરા વિસ્તારમાં યુવક જયાં જ્યાં ફર્યો તેની તપાસ કરી યોગ્ય તકેદારી માટે સૂચનો કર્યા હતા

Download Our B K News Today App



Related News