લોકોના રક્ષક બની રહેલા આરોગ્યકર્મીઓના રીપોર્ટ કરવા જરૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 12:05:05
  • Views : 591
  • Modified Date : 2020-04-26 12:05:05

છેલ્લાં એક મહીનાથી કોરોનાને કારણે આરોગ્ય વિભાગનો સ્ટાફ ખડેપગે સેવા આપી રહ્યો છે. પોતાના
પરિવારથી દૂર પોતાના સેજામાં લોકોના ઘરે ઘરે ફરીને આરોગ્યની સેવા આપી રહ્યા છે. તેમને ખબર પણ નથી કે સામેવાળા લોકોને કોરોનાના લક્ષણો છે કે નહી છતાં તેમની સેવા અવિરત એક મહીનાથી રજા પાડ્‌યા વગર ચાલુ છે. ત્યારે વાવ અને થરાદમાં આરોગ્ય કર્મીઓને કોરોના પોઝીટીવ આવતા આ આરોગ્યકર્મીઓમાં થોડો ભય જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા આ આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ ફિલ્ડમાં છે
તેમની કોઇપણ જાતની
તપાસ પણ ન કરવામાં આવતી હોવાથી તેમના આરોગ્ય પ્રત્યે જાણે સરકાર દ્વારા ઉદાસિનતા દાખવતી હોત તેવુ જોવા મળી રહ્યુ છે. જેથી સરકાર દ્વારા
પહેલાં તો આ તમામ આરોગ્યકર્મીઓની ખાસ તપાસ કરવામાં આવે તેવો એકસૂર લોકોમાંથી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓમાંથી ઉઠવા પામ્યો છે. આ અંગે એક
સુપરવાઇઝર બહેને જણાવેલ કે બે પોઝીટીવ કેસ આવતા હવે લોકો પણ અમારા આરોગ્યના ફિલ્ડમાં ફરતા સ્ટાફને દૂર રાખી રહ્યા છે અને અમારાથી દૂર ભાગવાના કિસ્સાઓ બની રહ્યા છે માટે આરોગ્યકર્મીઓના પણ
રીપોર્ટ કરવામાં આવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News