છાપી હાઈવે પર શટલીયા રીક્ષાઓનો ત્રાસથી લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:28:03
  • Views : 297
  • Modified Date : 2021-01-01 11:28:03

વડગામ તાલુકાના વેપારી હબ ગણાતા છાપી હાઈવે પર ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બનવા પામી છે. છાપીથી પાલનપુર, સિધ્ધપુર, માહી, મેતા, કાણોદર, છાપી ગામ તથા પિરોજપુરા તરફ શટલીયા મારતા રીક્ષા અને વાહન ચાલકોને કારણે જ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા થાય છે. કારણ કે આ શટલની રીક્ષાઓ વધારે પૈસા કમાવવાની લાઈમાં આડેધડ ઊભી રાખી અને આખા હાઈવે પર પોતાનો અડ્ડો જમાવી દિધેલ છે તથા જ્યાં ત્યાં પાર્કિગ કરી ગપ્પા મારતા રીક્ષા ચાલકોને કારણે હાઈવે પરના વેપારીઓ, દુકાન ચાલકો અને નાસ્તાની દુકાન ચલાવતા
વેપારીઓ  હેરાન પરેશાન થઇ રહ્યા છે.
પિરોજપુરા રોડ તથા બી.કે.પેટ્રોલપંપ પર તો જાણે આ લોકોનું જ રાજ ચાલતું હોય તેમ જ્યાં ત્યાં પાર્કિંગ કરી
પોતાના સાધન મુકીને લોકો ચાલતી પકડે છે. જેના કારણે હાઈવેના એકમાત્ર ગણાતા
પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા આવતા જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો
પડે છે. આ શટલીયા મારતી ગાડીઓ તેમજ રીક્ષા ચાલકો માથાભારે હોય તો પોલીસ
પણ તેમના પર કોઈ કાર્યવાહી કરી રહી નથી. પોલીસ માસ્ક ન હોય તેવાનો દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત હોય. જેથી આવા બેજવાબદાર અને જ્યાં ત્યાં પાર્કિગ કરી હાઈવે
પર ટ્રાફિક જામ કરતાં તત્વો
પર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી એ પણ લોકમાં ચર્ચાે  જાેર પકડ્યુ છે.  આ બાબતે છાપી પી.એસ.આઈ.એસ.ડી.ચૌધરી ધ્યાન આપે અને આવા બેજવાબદાર અને આડેધડ
પાર્કિંગ કરતાં શટલીયા ચાલકો પર કાર્યવાહી કરે અને આ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News