ધાનેરામાં બેફામ બનેલા રીક્ષા ચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 06:50:49
  • Views : 592
  • Modified Date : 2019-04-18 06:50:49

ધાનેરામાં કેટલાક રીક્ષાચાલકોનો દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે. ઉતાવળા અવાજે ટેપ વગાડવા તેમજ સોસાયટીઓમાં રીક્ષાઓ લઇ જઇ છોકરીઓની મશ્કરીઓ કરવી તેમજ રસ્તાઓ વચ્ચે રીક્ષાઓ પડી રાખતાં લોકોની મુશ્કેલીમાં વધારો થવા છતાં પોલીસ તંત્ર દ્વારા આવા ઇસમો સામે પગલાં ન ભરવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.ધાનેરામાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવુ લાગી રહ્યુ છે. ધાનેરામાં ટ્રાફિક સમસ્યા એટલી છે કે લોકોને પસાર થવુ પણ મુશ્કેલ બન્યુ છે.  તેમાં પણ વધારો કરી રહ્યા છે ધાનેરાના રીક્ષા ચાલકો. આ રીક્ષા ચાલકોમાં કેટલાંક ટીનેજર રીક્ષા ચાલકો છે તે તેમના મદમાં ફરતા હોય છે તેમની પાસે લાયસન્સ પણ હોતા નથી. તેમ છતાં રીક્ષાઓ લઇને ઉતાવળા અવાજે ટેપ વગાડવા તેમજ છોકરીઓની મશ્કરીઓ કરવી, સોસાયટીઓમાં જઇ ટેપ વગાડવા, રસ્તા વચ્ચે રીક્ષાઓ મુકી દઇ યુવતિઓને હેરાન કરવી તેવી હરકતોના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.  આ બાબતે અનેકવાર લોકોએ પોલીસને જાણ કરવા છતાં પોલીસને પુષ્પમ પત્રમ થતુ હોવાથી પોલીસ દ્વારા આવા લોકો સામે પગલાં ભરવામાં આવતા નથી. જેથી લોકોનો વિશ્વાસ પણ ઉઠી રહ્યો છે.


Download Our B K News Today App



Related News