ડીસાના ગંગાજી વોહળા પાસે રિક્ષા પલટી ચારને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 11:30:04
  • Views : 395
  • Modified Date : 2019-06-24 11:30:04

ડીસાના જુના ડીસા પાસે આવેલ ગંગાજી વોહળામાં શનિવારની મોડી રાત્રે અચાનક રિક્ષા ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી હતી. જેમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડીસા જુના ડીસા પાસે આવેલ ગંગાજી વોહળા પાસેથી શનિવારે મોડી રાત્રે રિક્ષા પસાર થઈ રહી હતી. રિક્ષામાં નવા ગામનો પરિવાર કામ અર્થે ડીસા આવી રહ્યો હતો. આ દરમ્યાન ગંગાજી વોહળાના વળાંકમાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી હતી. દરમ્યાન રિક્ષામાં સવાર કાનજીભાઈ શાંતિજી ઠાકોર (ઉ.વ. ૧૮), ધનરાજ શાંતિજી ઠાકોર (ઉ.વ.૨૩), આશાબેન ધનરાજભાઈ ઠાકોર (ઉ.વ.૨૨), સહદેવજી રામસુંગજી ઠાકોર અને સીમાબેન ધનરાજભાઈ ઠાકોર (ઉ.વ.૧.૫) તમામ રહે.
નવાને  ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ૧૦૮ને જાણ કરી હતી. ઘાયલોને તત્કાલ સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News