એક જ એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહ લવાયા, ચિતા પર 3-3 મૃતદેહોના એકસાથે અંતિમ સંસ્કાર કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-27 15:44:21
  • Views : 506
  • Modified Date : 2021-04-27 15:44:21

    મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં અમાનવીય અને શરમજનક ઘટના સામે આવી હતી. જેમાં એક જ એમ્બયુલન્સમાં 22 મૃતદેહને ગોઠવીને સ્મશાન સુધી લઈ જવાયા હતા. ઓછામાં પુરૂ આ તમામ મૃતદેહોના અંતિમ સંસ્કારમાં પણ સ્થાનિક કર્મચારીઓએ જરાક પણ માણસાઈ દેખાડી નહોતી. તેઓએ સ્મશાનમાં એક જ ચિતા પર 3-3 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા.

    આ સમગ્ર ઘટનાની તસવીરો વાઈરલ થતા મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યાંની સ્થાનિક સ્વામી રામાનંદ હોસ્પિટલમાં રવિવારની રાતે 30 દર્દીઓના મોત થયા હતા. જે પૈકી 22ના શવને એક જ એમ્બ્યુલન્સમાં ગોઠવીને સ્મશાન સુધી પહોંચાડાયા હતા, તો અન્ય 8 મૃતદેહોને બીજી એમ્બ્યુલન્સથી સ્મશાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ હોસ્પિટલ પ્રશાસન વિરૂદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

    કોરોનાગ્રસ્ત દર્દીના શવને 2 કલાકની અંદર એક પ્લાસ્ટિકમાં કવર કરીને અલગ વાહનમાં લઈ જવાના હોય છે. કોઈને પણ મૃતદેહને સ્પર્શ કરવાની અનુમતિ આપવામાં આવતી નથી. અંતિમ સંસ્કારમાં પણ ભીડ જમા થવા દેતા નથી. મૃતકના પરિવારની હાજરીમાં 24 કલાકની અંદર હોસ્પિટલે, સ્થાનિક પ્રશાસનની સહાયતાથી અંતિમ સંસ્કાર કરવાનો હોય છે.અત્યારે કોરોનાની બીજી લહેર ભારે કહેર વરસાવી રહી છે. જેના કારણે સ્થાનિક હોસ્પિટલો સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. અહીંયાની હોસ્પિટલોમાં આસપાસના તાલુકાના દર્દીઓ પણ દાખલ થવા માટે પડાપડી કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News