ડીસા તાલુકાના મુડેઠા હાઈવે રોડ પર ખાડાના સામ્રાજ્યથી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ : ચાલક સહિત અન્ય લોકોનો આબાદ બચાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-09 13:17:15
  • Views : 322
  • Modified Date : 2021-09-09 13:17:15

    તાલુકાના મુડેઠા હાઈવે રોડ પર ખાડાના સામ્રાજ્યથી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં રીક્ષા ચાલક સહિત અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. ડીસા શહેર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેમાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે ડીસા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં હાઇવે નંબર 27 પર અને નાના તેમજ મોટા અકસ્માતો સર્જાય છે આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ નિપજ્યા છે. ત્યારે પાલનપુર થી કંડલાને જોડતાં નેશનલ હાઇવે નં : ૨૭ રોડ પર ઠેર ઠેર ખાડાના સામ્રાજ્યથી અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યાંરે ભીલડી થી મોટા જામપુર તરફ જઈ રહેલ રીક્ષા નું ટાયર અચાનક મુડેઠા ગામના હાઈવે રોડ પર ખાંડામા પડતાં રીક્ષા હાઈવે રોડ પર પલ્ટી મારી જતાં અંદર બેઠેલા ૭ લોકોમાંથી ૩ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક પ્રાઇવેટ વાહન દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ડ્રાઇવર સહિત અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો જેમાં હાઈવે ઓથોરિટી ની બેદરકારીનાં કારણે નાના - મોટા અકસ્માત થતા હોય છે તેમાં આ ખાડાઓ કોઈનો ભોગ લે એ પહેલાં જ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક હાઈવે રોડ પર ખાડાઓ પુરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.

Download Our B K News Today App



Related News