દાંતીવાડાના વાઘરોલ પાસે પર પીક અપ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત : પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-25 10:48:29
  • Views : 439
  • Modified Date : 2021-05-25 10:48:29

     બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેર બાદ અકસ્માતમાં બેફામ વધારો થઇ રહ્યો છે ત્યારે દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના જાહેર માર્ગ પર રાત્રીના સમયે પીક અપ ડાલાના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સામે આવતી રિક્ષા સાથે અકસ્માત કરતા રિક્ષામાં સવાર પિતા-પુત્ર ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયું હતું.

     પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના રાવળ ભગવાનભાઈ બબાભાઈ  રીક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા હતા.અને તેમને એક સંતાન છે. ત્યારે કુદરત દ્વારા આફત આવતા આખરે પરિવાર પર દુઃખ નુ તાંડવ થયું છે રાવળ ભગવાનભાઈ બબાભાઈ ગરીબ અને મધ્યમ  ગરીબ વર્ગનો યુવાન   રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો  ત્યારે  કુદરતે અચાનક અકાળે મોતના મુખમાં ધકેલતા   પરિવાર પર આભ ફાટી પડ્યું છે ત્યારે ગત રાત્રિએ દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના જાહેર માર્ગ ઉપર પીકપ વાહનના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા સાથે ધડાકાભેર અકસ્માત કરતા અકસ્માતમાં રિક્ષાચાલક તેમજ તેના પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે સાથે સાથે રિક્ષાચાલક  રાવળ ભગવાનભાઈ બબાભાઈ  ની સાથે તેના પુત્ર પ્રિન્સ નું પણ મોત થયું છે ત્યારે પોતાનું એકનું એક સંતાન ગુમાવતી માતાને પોતાના પતી તેમજ  સંતાન ની છત્ર છાયા ખોવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક દોડી આવી હતી અને બાદમાં અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News