ડીસાના દિપક હોટલ પાસે રીક્ષા ચાલકે એકટીવા ચાલકને ટક્કર મારી ફરાર થતા હંગામો મચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 13:19:13
  • Views : 1320
  • Modified Date : 2021-11-17 13:19:13

 

આજરોજ ડીસાના દિપક હોટલ પાસે રોડ પર ઉભેલા એકટીવા ચાલકને રિક્ષા ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતાં ઘટનાસ્થળે રિક્ષાચાલક અને લોકો વચ્ચે હંગામો સર્જાયો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હાઇવે વિસ્તારોમાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે જેના કારણે થતા અકસ્માતોમાં લોકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસામાં પણ વારંવાર હાઇવે વિસ્તારમાં સર્જાતા અકસ્માતમાં ત્યાં સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજરોજ ડીસાના દિપક હોટલ પાસે ઊભા રહેલા એક્ટિવા ચાલકને પાછળથી રિક્ષા ચાલકે જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો અકસ્માત કરી રીક્ષા ચાલક ફરાર થતા દિપક હોટલ પાસે સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને કલાકો સુધી દિપક હોટલ પાસે રિક્ષા ચાલક અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થતાં હંગામો સર્જાયો હતો.જે બાદ રિક્ષા ચાલકે અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર અર્થે લઇ જવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

Download Our B K News Today App



Related News