અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 14:55:32
  • Views : 143
  • Modified Date : 2023-06-25 14:55:32

રાજ્યમાં આગામી 3 કલાકમાં  વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહીને લઇને અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ચોમાસાની એક સિસ્ટમને લઇને રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.તો પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં પણ આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી છે. તો આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.તો બોટાદ, ભાવનગર, અમરેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Download Our B K News Today App



Related News