પરમબીર સિંહે મારી વિરુદ્ધ લગાવેલા આરોપોની તપાસ હાઈકોર્ટના રિટાયર્ડ જજ કરશેઃ અનિલ દેશમુખ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 15:37:57
  • Views : 266
  • Modified Date : 2021-03-28 15:37:57

    મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધ વસુલીના આરોપોની તપાસ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મામલામાં તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. અનિલ દેશમુખે જ રવિવારે આ અંગેની માહિતી આપી છે કે સીએમએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના આરોપોની તપાસનો નિર્ણય લીધો છે.અનિલ દેશમુખે જણાવ્યું કે આ મામલામાં હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રીએ જણાવ્યુ કે તેમણે પોતે સ્વયં પરમબીરના આરોપોની તપાસ કરાવવાની સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ માંગ કરી હતી. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં દેશમુખે રવિવારે કહ્યું કે આ તપાસમાં સત્ય પ્રકાશમાં આવી જશે.


Download Our B K News Today App



Related News