12 વર્ષની વયે સન્યાસ ધારણ, 30 વર્ષથી પરિવારજનોને મળ્યા નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:01:29
  • Views : 342
  • Modified Date : 2021-03-09 11:01:29

    ભવનાથ ખાતે મહા શિવરાત્રીનો મેળો યોજાઇ રહ્યો છે. આ મેળામાં અનેક સાધુઓ આવેલા છે. દરમિયાન સંસ્કૃતમાં વેદાંત આચાર્યના અભ્યાસમાં 3 ગોલ્ડ મેડલ મેળવનાર અને ધર્મના પ્રચાર, પ્રસાર માટે 8 દેશોમાં પરિભ્રમણ કરનાર સાધુની પણ ઉપસ્થિતી રહી છે. આ સાધુનું વર્તમાન નામ છે ઋષિભારતી બાપુ. મૂળ ખાંભા તાલુકાના કોદીયા ગામે 1983માં જન્મેલા અને પૂર્વાશ્રમમાં સરજુદાસ નામ ધરાવતા આ સંતે જન્મભૂમિમાં 3 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.

    બાદમાં 1991થી 1995 સુરત ગુરૂકુલમાં અને બાદમાં અમદાવાદમાં આચાર્ય સંસ્કૃતમાં અભ્યાસ કર્યો છે. દરમિયાન સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા લેવાતી વેદાંત આચાર્યના અભ્યાસમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેમણે સુરત ગુરૂકુલમાં 12માં વર્ષે બ્રહ્મચારીની અને વરદાચાર્યજી પાસેથી વિદ્યા દિક્ષા લીધી હતી. તેના ગુરૂ હરિહરાનંદજી છે જ્યારે દાદાગુરૂ મહામંડલેશ્વર ભારતીબાપુ છે. 2010માં હરિદ્વારમાં કુંભના મેળામાં વિજ્યા સંસ્કાર ધારણ કર્યા હતા. ઋષિભારતી બાપુએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી પરિવારજનોને મળ્યો નથી. અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુરૂ દક્ષિણા આપવા ગયા ત્યારે ગુરૂએ જણાવ્યું હતું કે, જે વિદ્યા ભણ્યો છે તે સનાતન ધર્મ અને રાષ્ટ્રની રક્ષાના કામમાં વાપરજે, આ મારી ગુરૂ દક્ષિણા છે.

    સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર માટે યુકે, યુએઇ, ઓમાન, સિંગાપુર, મોરેશિયસ, થાઇલેન્ડ, નેપાલ સહિતના 8 દેશોમાં પરિભ્રમણ કર્યું છે અને પ્રવચનો દ્વારા સનાતન ધર્મથી લોકોને પરિચિત કરાવ્યા છે. જ્યારે સ્વામિ વિવેકાનંદે કહ્યું હતું કે, ગર્વસે કહો હમ હિન્દુ હૈ આ ગમતી વિચાર ધારા છે. જ્યારે વિજ્ઞાન, પ્રકૃત્તિ, વેદ, ઉપનિષદોનું વાંચન અને પ્રવાસ ગમતા વિષયો છે.

Download Our B K News Today App



Related News