મગરવાડાના નિવૃત ASIએ વડગામ તાલુકાના મગરવાડા રોડ પર મોરના બચ્ચાને તારની વાડમાંથી છોડાવી નવું જીવનદાન આપી એક પુણ્યનું કામ કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-05 12:19:06
  • Views : 238
  • Modified Date : 2022-01-05 12:19:06

 

વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની ગણેશભાઈ ચૌહાણ જેઓ નિવૃત ASI છે.અને તેમના મોટા દીકરા હરિસિંહ ચૌહાણ જેઓ છેલ્લા ઘણા સમયથી ડીસા ખાતે રહે છે.ત્યારે ગણેશભાઈના મોટા પુત્રનું ઓપરેશન કરાવેલ હોવાથી તેઓ ખબર લેવા માટે ડીસા આવ્યા જ્યાં તેમના પુત્રની ખબર પૂછ્યા બાદ પરત પોતાના વતન મગરવાડા તરફ જઈ રહ્યા હતા.ત્યારે ભાગરોડીયા અને મગરવાડા ગામ વચ્ચે એક ખેતરની ફરતે કાંટાવાળી તારની વાડ ઉપર એક મોરનું બચ્ચું ફસાઈ ગયુ હતું.તારમાં પાંખો ફસાઈ જવાના કારણે છૂટવા માટે મોરનું બચ્ચું તરફળિયા મારતું હતું.જેથી ગણેશભાઈની નજર મોરના બચ્ચા પર જતાં તેઓએ તેમની ગાડી ઉભી રાખવી તાત્કાલિક તારની વાડમાંથી મોરના બચ્ચાને બચાવી નવું જીવનદાન આપી પુણ્યનું કામ કર્યું હતું.હતા.ગણેશભાઈ ચૌહાણે ડીસામાં પણ વર્ષો સુધી રહી પોલીસમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.ત્યારે આજે મોરના બચ્ચાને બચાવી વધુ એક સેવા પૂરી પાડી હતી.

Download Our B K News Today App



Related News