ડીસા તાલુકાના ઢુવા ગામના નિવૃત્ત આર્મીમેન અનોખી સમાજ સેવા કરી રહ્યાં છે..ઢુવા ગામે 70 યુવક - યુવતિઓને પોલીસ ભરતી માટે સઘન તાલિમ આપી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-29 11:40:05
  • Views : 303
  • Modified Date : 2021-11-29 11:40:05

અદના આદમી તરીકે કાર્ય કરી રહેલા ડીસા તાલુકાના ઢુવા ગામના રસિકજી પોપટજી ઠાકોર 17 વર્ષ દેશની સેવા આર્મીમેન તરીકે કરી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ પણ સમાજ અને યુવાનોના જીવન ઘડતર માટે સ્વેચ્છાએ જવાબદારી ઉપાડી અનોખી દેશસેવા શરૂ કરી છે. રાષ્ટ્ર વિકાસમાં દરેક વ્યક્તિની ભાગીદારી હોવી જાેઈએ એવા ઉમદા વિચારો સાથે ઢુવા તથા આજુબાજુના ગામના સર્વે સમાજના યુવાનો યુવતિઓ લશ્કરમાં કે અન્ય સુરક્ષા દળોમાં જાેડાય તે માટેની સઘન તૈયારી કરાવી રહ્યા છે. નિત્ય ક્રમ મુજબ રોજ સવારે 05 30 કલાકે ઉઠીને ઢુવા રનિંગ ગ્રાઉન્ડ પર 'ભારત માતા કી જય' ના બુલંદ જયઘોષ સાથે લગભગ 70 યુવાન - યુવતિઓને સઘન પ્રેકટીસ કરાવે છે. તેમની આ નિ:શુલ્ક નિસ્વાર્થ સેવાથી ઘણા યુવાનો - યુવતિઓ ખાખી વર્દી ધારણ કરી દેશસેવામાં જાેડાશે તે નક્કી જ છે.

આ સિવાય ઠાકોર સમાજના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે મળીને ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા નામનું ગૃપ બનાવી ડીસા શહેરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી 150 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી લાઈબ્રેરી ચલાવી રહ્યા છે. જેમાંથી સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી સરકારી નોકરી મેળવશે. આ રીતે સમાજને સામાજીક, આર્થિક અને શૈક્ષણિક રીતે સધ્ધર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

 

કોરોના મહામારીની બીજી વેવમાં ડીસા તાલુકો પણ ભયંકર રીતે આ બિમારીમાં સપડાયો હતો. લોકોને આ જીવલેણ બિમારીમાંથી ઉગારવા ઢુવા ગામના ડોકટરો- યુવાનોના સહયોગથી ઢુવા હાઈસ્કુલમાં હંગામી દવાખાનું ઉભુ કરીને ઘણા લોકોની જીંદગી બચાવવાના પ્રયાસો કર્યા હતા. આ સેવાકીય કાર્યમાં આજુબાજુના ગામના યુવાનો અને સમાજના લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો.

 

- નિઃસ્વાર્થ સેવા ને સો સો સલામ

 

એમ કહેવાય છે કે કંઈ ના કરવા માટે ઘણા બધા બહાના હોય છે પણ જેને કંઈક કરવું જ છે તે કયારેય જંપીને બેસતો નથી. રસિકજી ઠાકોર ઢુવા ગામમાંથી એક મુઠ્ઠી ઉચેરા માનવીની જેમ ઉભરી આવ્યા છે. તેમની રગેરગમાં નિઃસ્વાર્થ સેવાનું ખૂન દોડી રહ્યું છે. સલામ છે આવા ભૂતપૂર્વ  ફૌજી ને અને એથી વિશેષ ધન્યવાદ છે એમના માતા - પિતાને.

 

 

Download Our B K News Today App



Related News