રિટેલ મોંઘવારી દર જૂનમાં વધારીને 3.18 ટકા નોંધાયો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 13:36:56
  • Views : 428
  • Modified Date : 2019-07-13 13:38:19

રિટેલ મોંઘવારી દર જૂનમાં વધારીને 3.18 ટકા નોંધાયો છે. તે છેલ્લા 8 મહીનામાં સૌથી વધુ છે. અગાઉ ઓક્ટોબર 2018માં તે 3.38 ટકા રહ્યો હતો. ફેબ્રુઆરીથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મેમાં આ દર 3.05 ટકા રહ્યો હતો. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાને કારણે જૂનમાં રિટેલ મોંઘવારી દરમાં વધારો થયો છે.જૂનમાં ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર 2.32 ટકા જયારે શાકભાજીનો દર 4.66 ટકા રહ્યો. જોકે ફળોનો મોંઘવારી દર મેની સરખામણીમાં જૂનમાં 4.18 ટકા ઘટ્યો હતો.રિટેલ મોંઘવારી હજી પણ આરબીઆઈના લક્ષ્યથી ઓછીસતત 5માં મહીનાના વધારા છતા રિટેલ મોંઘવાર દર રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યથી ઓછો છે. મોનિટરી નીતીની સમીક્ષા કરતી વખતે આરબીઆઈ રિટેલ મોંઘવારીના દરને ધ્યાનમાં રાખે છે. તે લક્ષ્યની આસપાસ રહેવાના કારણે વ્યાજ દરમાં ઘટોડો થવાની શકયતા છે.ઉદ્યોગિક ઉત્પાદનની ગતિ મેમાં ઘટીને 3.1% રહીસરકારે શુક્રવારે મે મહીનાના ઓદ્યોગિક ઉત્પાદન(આઈઆઈપી)ના આંકડા પણ જાહેર કર્યા છે. મેમાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 3.1 ટકા રહ્યો. એપ્રિલમાં 3.4 ટકા અને ગત વર્ષેમેમાં 3.8 રહ્યો હતો. મેન્યુફેકચરિંગ સેકટરની સુસ્તીની આઈઆઈપી ગ્રોથ પર અસર પડી. આ સેકટર જૂનમાં 2.5 ટકાની ઝડપથી વધ્યું. મેમાં ગ્રોથ 3.6 ટકા રહ્યો હતો. આઈઆઈપીના દરથી દેશમાં ઉદ્યોગ સેકટરની ગતિવિધિઓનો ખ્યાલ આવે છે.

Download Our B K News Today App



Related News