બાર સાયન્સના રીઝલ્ટમાં બનાસકાંઠામાં મેદાન મારતી ધાનેરાની સંકલ્પ સ્કૂલ જિલ્લામાં પ્રથમ આવતા સ્કૂલ કેમ્પસમાં છવાયો આનંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 11:43:38
  • Views : 622
  • Modified Date : 2019-05-10 11:43:38

ગુજરાતમાં  ગતરોજ બાર સાયસન્સનું  રીઝલ્ટ જાહેર થતા બનાસકાંઠા જિલ્લામાં ટોપર તરીકે ધાનેરાની સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સ મેદાન મારતા સમગ્ર ધાનેરા તાલુકામાં શિક્ષણ જગતમાં અનેરી ખુશી ફેલાઈ ગઈ છે.  સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલે ૯૮.૪૩ % રીઝલ્ટ લાવીને જિલ્લાની પ્રથમ હરોળમાં  નામ નોંધાવી દીધું છે.  જિલ્લાના પાંચ ટોપર વિદ્યાર્થીઓ પણ આ સ્કૂલના હોવાથી વાલીઓ અને
શિક્ષકોમાં અનેરી ખુશી છવાઈ ગઈ હતી.
જો વાત કરવામા આવે સંકલ્પ સ્કૂલ ઓફ સાયસનની તો માત્ર ત્રણ જ વર્ષ થયાં છે અને આ જ ટૂંકા ગાળામાં બનાસકાંઠામાં ટોપર આવતા સ્કૂલ કેમ્પસના શિક્ષકોમાં અનેરી ખુશી છવાઈ ગઈ હતી. બીજી ખાસ વાત અહીંયા એ નોંધનીય રહી છે આ સ્કૂલનો એક પણ વિદ્યાર્થી ટ્યૂશન જતો નથી પણ શિક્ષકો પોતાના સંતાન સમજીને શિક્ષણ કાર્ય કરતા હોવાના કારણે આ રીઝલ્ટ સુધી પહોંચી શક્યા છે. ગતવર્ષે પણ આઠ વિદ્યાર્થીઓએ મેડિકલ અને પેરામેડીકલમાં પ્રવેશ મેળવેલ છે.

Download Our B K News Today App



Related News