ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે રેસ્ટોરન્ટનુંઆયોજન કરાયું :નાના બાળકોએ રેસ્ટોરન્ટને લગતી તમામ માહિતી મેળવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-23 12:46:32
  • Views : 270
  • Modified Date : 2022-02-23 12:46:32

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને વિદ્યાર્થીઓ અલગ અલગ વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારની જવાબદારીઓ વિશે જાણતા થાય તે માટે શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ આ કાર્યક્રમમાં ભાગ લઇ પોતાનું હુનર બતાવે છે અને કઇંક નવું શીખે છે ત્યારે એવા જ અભિગમ સાથે આજે ડીસામાં કાર્યરત એંજલ્સ સ્કૂલ ખાતે એક રેસ્ટોરન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક, બે,સિનિયર કેજી તેમજ જુનિયર કેજીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..

ડીસાની એંજલ્સ સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે જીવન ઉપયોગી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ યોજાયેલ આ કાર્યક્રમમાં એક રેસ્ટોરન્ટનું આબેહૂબ ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ રેસ્ટોરન્ટનું નામ sevenspicekidsરેસ્ટોરન્ટ રાખવામાં આવ્યું હતું..તમે જેવી રીતે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ છો ત્યારે જે રીતે વેઈટર, મેનેજર,સફાઈ કામદાર તેમજ વસ્તુઓ માટેનું મેનુ તમને આપવામાં આવતું હોય છે ત્યારે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા પોતાની સૂઝબૂઝ સાથે આ તમામ ઝીણવટભરી આ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જેમાં શાળાના ટ્રસ્ટી તેમજ શાળાના આચાર્ય અને સુપરવાઇઝર દ્વારા રીબીન કાપી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં ધોરણ બે ના વિદ્યાર્થીઓને chef બનાવવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ વસ્તુઓ બનાવવામાં આવી હતી જેવીકે સેન્ડવીચ, ભેળ,ચાટ,કેક તેમજ જ્યુસ અને શરબતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..તેમજ બે વિદ્યાર્થીઓને આ રેસ્ટોરન્ટના મેનેજર બનાવવામાં આવ્યા અને બાકીના વિદ્યાર્થીઓને વેઇટર તેમજ સફાઈનું કામ આપવામાં આવ્યું હતું...

આ કાર્યક્રમમાં ધોરણ એક,સિનિયર કેજી અને જુનિયર કેજીના વિદ્યાર્થીઓને ગ્રાહક બનીને બોલાવવામાં આવ્યા હતા તેમના દ્વારા વેઇટર બનેલ વિદ્યાર્થીઓને ઓર્ડર આપી ખાવા માટેની વાનગીઓ મંગાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..angelsસ્કૂલના પ્રાઇમરી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ખરેખર ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું..આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ રેસ્ટોરન્ટમાં કઈ રીતે કામ થાય છે અને કઈ રીતે ગ્રાહકને સંતોષકારક કામ આપી શકાય અને વિદ્યાર્થીઓ એક ટીમ બનીને કામ કરતાં શીખે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું..રેસ્ટોરન્ટ માં ભોજન આરોગ્યા બાદ શાળાના ટ્રસ્ટીએ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો..

Download Our B K News Today App



Related News