સેક્ટર ૧૨-સીમાં ઊભરાતી ગટરથી રહિશો ત્રસ્ત : મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થતાં રહેવાસીઓમાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 12:51:16
  • Views : 232
  • Modified Date : 2021-07-31 12:51:16

     ગાંધીનગરમાં ઉભરાતી ગટરોની સમસ્યા હવે એક સામાન્ય બાબત થઈ ગઈ છે ત્યારે વધુ એક ઉભરાતી ગટરની સમસ્યા તંત્રની સામે આવી છે. જેમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈપણ જાતનું નિવારણ આવ્યું નથી. ચોમાસામાં મચ્છર જન્ય રોગો થતા હોય છે. ચોમાસા દરમિયાન રહીશોએ ખાસ કાળજી રાખવાની થતી હોય છે. વાત કરવામાં આવે સેક્ટર ૧૨-સીની તો અહીંયાના રહેણાક વિસ્તારમાં ગટરના ઉભરાયેલા પાણી બહાર આવતા રહીશો પરેશાન થઈ ચૂક્યા છે. ગટરનુ ગંદુ પાણી એટલી હદે ઉભરીને બહાર એ થઈ ગયું છે કે તેની આસપાસ અતિ ભારે દુર્ગંધ મારી રહી છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થતાં સ્થાનિક રહેવાસીઓ અકળાઈ ઉઠયા હતા. છેલ્લા કેટલાક દિવસથી આ પાણી ગટરની અંદરથી ઉભરીને બહાર આવી રહ્યું છે જે સંદર્ભે સેક્ટર-૧૨ સીના રહીશોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી તેનું નિવારણ આવ્યું નથી તેમજ સમસ્યા ઉભીને ઉભી છે. ત્યારે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય છે તેવામાં રહીશોના ઘર આગળ જીવતો જાગતો રોગચાળો પડ્યો છે જેને લઈ તંત્ર દ્વારા ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી સેક્ટર ૧૨ સીના રહીશોએ માંગણી કરી છે. આ ઉપરાંત  ઉભરાતી ગટરના કારણે એટલી દુર્ગંધ મારી રહી છે કે તેની બાજુમાંથી ચાલીને જઈ શકે તેવી પરિસ્થિતિ પણ નથી.

Download Our B K News Today App



Related News