ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામા ઇન્ડસ્ટ્રીઝ નામે ગવારગમની ફેક્ટરીથી સોસાયટીના રહીશો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-07 10:40:09
  • Views : 2392
  • Modified Date : 2022-05-07 10:40:09

 

ડીસા શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામા ઇન્ડસ્ટ્રીઝ નામની ગવાર ગમ ફેકટરી માંથી રાત્રિના સમયે આવતા અવાજથી આજુબાજુના સોસાયટીના સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે જે બાબતે ડીસાના સ્થાનિક લોકોએ નાયબ કલેકટર માં લેખિતમાં રજૂઆત કરી હતી

 

ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે પરંતુ તેની સાથોસાથ ડીસા શહેરના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વધતી જતી ફેક્ટરીઓ ના કારણે સોસાયટીના સ્થાનિક લોકો વિવિધ સમસ્યાઓ થી ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ડીસા પાટણ હાઈવે પાસે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રામા ઇન્ડસ્ટ્રીઝ નામની ગવાર ગમ ફેક્ટરી આવેલી છે જેમાંથી રાત્રી દરમિયાન આવતા અવાજના કારણે લોકોને માનસિક અને શારીરિક પરેશાની ભોગવવી પડે છે તે ઉપરાંત ફેક્ટરીમાંથી ગવાર નીરપણ ઉડતી હોય અને તેની ગંધ આવતી વચ્ચે જે લોકોના શ્વાસ માં જતી હોવાના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ફેકટરી દ્વારા નોઈઝ પ્રોડ્યુશન અને એયર પોલ્યુશન થતું હોય છે લોકોના સ્વાસ્થ્યને ખતરો હોય આ બાબતે ડીસાના સ્થાનિક લોકોએ નાયબ કલેકટર માં લેખિતમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક આ ફેક્ટરીમાં રૂબરૂ મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે

Download Our B K News Today App



Related News